New Update
/connect-gujarat/media/post_banners/1ff7edac8c7af193f110147e3eeba0c9b9af28e41e56aea1b5756fe5ba193a66.jpg)
ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ નવા વર્ષના વધામણા લઇ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચમાં વસતાં ખ્રિસ્તીબંધુઓએ ઉમકળાભેર નવા વર્ષને આવકાર્યું હતું. આ પાવન અવસરે ચર્ચમાં ભકિતસભા યોજવામાં આવી હતી. નવા વર્ષના ભાગરૂપે ખિસ્તી સમાજના લોકોએ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. નવા વર્ષ માં કોરોના મહામારી સામે લોકોનું રક્ષણ થાય તેમજ દુનિયામાંથી મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરાય હતી. ભરૂચની એમેટી સ્કૂલ નજીકના ચર્ચમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.