Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિકસ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાય, બ્લાસ્ટમાં 6 કામદારોના નિપજ્યાં હતા મોત

દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે

X

ભરૂચના દહેજ ખાતે આવેલ ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજ્યાં હતા ત્યારે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે

દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગની ઘટનામાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હતા.આ મામલે તંત્ર દ્વારા કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે તો સાથે જ કંપનીને રૂ.25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ.3-3 લાખની સહાય આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં બ્લાસ્ટના કારણે 6 કામદારોના મોત નિપજતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી

Next Story
Share it