Connect Gujarat
ભરૂચ

ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે વિકાસના વિવિધ કાર્યોનું ખાતર્મુહુત-લોકાર્પણ

ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે

X

ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક પ્રોજેકટ ખુલ્લા મુકાશે

સી.એમ.ભુપેન્દ્ર પટેલ બનશે ભરૂચના મહેમાન

વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ

રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવતીકાલે ભરૂચના મહેમાન બનશે તેઓના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતર્મુહત કરાશે ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલાં દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધકકો ઓછો થઇ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ- રસ્તા આરોગ્યના સેન્ટરઓ સહિતના 200 કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચ કલેકટર તુષાર સુમેરા ભરૂચ એસ.પી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરક્ષણ કર્યું હતું

Next Story