/connect-gujarat/media/post_banners/8821e9b585a34a263afc7f96a06bef28fe3dd516892f64f06f78c78de4bd7bbd.jpg)
યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી. સાથે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ પણ શકિતનાથ ખાતે રહેતા ઉમેશભાઇ જયકિશનદાસ ગાંધીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમની પુત્રી ક્રિમા ગાંધી વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.
દિકરીના પિતા ઉમેશભાઇ ગાંધી કે જેઓ દુબઇ છે અને તેઓની માતા પારૂલબેન ઉમેશભાઇ ગાંધીએ દિકરી વિશે માહિતી આપી હતી.દિકરી હાલ રોમાનીયા છે એરપોર્ટ પર ભારતીય દૂતાવાસના સંપર્કની રાહ જોઈ રહી છે સાથે જ કલેકટર તુષાર સુમેરાએ દિકરી સાથે વિડીયો કોલ મારફતે વાતચીત કરી હતી.