ભરૂચ : કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું...

વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી

ભરૂચ : કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની કોંગી આગેવાનો દ્વારા ઉજવણી, કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરાયું...
New Update

કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની ઉજવણી કરાય

કોંગ્રેસ સમિતિ ખાતે કોંગી આગેવાનોએ દ્વારા ઉજવણી

કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનો ધ્વજ ફરકાવાયો

દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજે તા. 28મી ડિસેમ્બરે કોંગ્રેસ પાર્ટીના 139માં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીના અનેક લોકોએ દેશની આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર કરી દીધા હતા. વર્ષ 1885ની તા. 28મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા.

કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજીએ હાજરી આપી હતી. જોકે, દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તા. 28 ડિસેમ્બરના રોજ 139મો સ્થાપના દિવસ છે, ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, કોંગી નેતા સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રણા, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #INCGujarat #Bharuch Congress #Foundation Day #INC Bharuch #IndianNational Congress #Congress Foundation Day #સ્થાપના દિવસ #Gokuldas Tejpal Sanskrit College #28th December
Here are a few more articles:
Read the Next Article