Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર APMC ખાતે કોંગ્રેસનો લોકસંવાદ યોજાયો, નગરની સમસ્યા અંગે તંત્રને આવેદન અપાયું...

ભરૂચ જિલ્લાના જંબુસર APMC હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું.

X

ભરૂચ જિલ્લાના જંબુસર APMC હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકપ્રશ્નો બાબતે જંબુસર મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક કોંગ્રેસને સમર્થન આપનારી બેઠક છે. જંબુસર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. તેવામાં જંબુસર APMC હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું હતું. લોકસભાની ચૂંટણીમાં ગામડે ગામડે મીટીંગો કરી જે રાજકીય પરિસ્થિતિ ઉદ્ભભવી રહી છે, તેનાથી લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું. સરકાર સામે જનતામાં આક્રોશ છે, અને જનતાને જાગૃત કરવાની કોંગી કાર્યકરોની ફરજ છે. રાહુલ ગાંધી ફરી ભારત જોડો યાત્રા લઈને ભરૂચ જિલ્લામાંથી પસાર થવાના છે, તો દરેકને સહભાગી થવા કોંગ્રેસના આગેવાનોએ અપીલ કરી હતી. સદર સંમેલન બાદ કોંગી આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચાર સાથે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા તથા જંબુસર નગરપાલિકા શહેરી વિસ્તારમાં મીઠા પાણી, ગટર, ગંદકી, રસ્તા, સ્ટ્રીટ લાઈટની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવા અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, માજી ધારાસભ્ય સંજય સોલંકી, કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા, સ્વ. અહેમદપટેલના પુત્રી મુમતાઝ પટેલ, તાલુકા પ્રમુખ પ્રભુદાસ મકવાણા, જંબુસર શહેર પ્રમુખ જાવેદ તલાટી, વિરોધ પક્ષના નેતા સાકીર મલેક સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story