ભરૂચ : મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા...

સબસ્ટેશનના લોકાર્પણ માટે મુખ્યમંત્રી આવ્યા ઝઘડીયા વિવિદ મુદ્દે જિલ્લા કોંગ્રેસના આગેવાનોની હતી રજૂઆત

New Update
ભરૂચ : મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા...

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત 66 KV સબસ્ટેશનના લોકાર્પણ તેમજ ભૂમિપૂજન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવી પહોચ્યા હતા. જોકે, મુખ્યમંત્રીના આગમન પહેલા જ પોલીસે નજરકેદ કરતાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને જિલ્લાના પડતર પ્રશ્ને રજૂઆત કરવા જઈ રહેલા કોંગ્રેસના હોદ્દેદારોને પોલિસ દ્વારા મુલદ ખાતે આવેલ બિરસા મુંડા ભવનમાં નજર કેદ કરવામાં આવ્યા હતા. જોકે, મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે રજૂઆત કરવા નિકળેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસ મહામંત્રી સંદિપ માંગરોલા, ગુજરાત પૂર્વ કોંગ્રેસ મહામંત્રી દલપતસિંહ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ફતેસિંહ વસાવા તેમજ જીલ્લા યૂથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધનરાજ વસાવા સહિતના કાર્યકરોને ભરૂચ પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા, ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિપક્ષના અવાજને દબાવવા બદલ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

Latest Stories