ભરૂચ : કોંગ્રેસ ઉઠાવશે કામદારોના પ્રશ્નો, અશોક પંજાબીની હાજરીમાં બેઠક મળી

ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી.

New Update
ભરૂચ :  કોંગ્રેસ ઉઠાવશે કામદારોના પ્રશ્નો, અશોક પંજાબીની હાજરીમાં બેઠક મળી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદાર આગેવાનો અને કોંગીજનો સાથે શ્રમિકોની સમસ્યા અને માંગના મુદ્દે બેઠક કરી આંદોલનની રણનીતિની માહિતી આપી હતી.

ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં કામદાર અને કોંગ્રેસ અગ્રણી ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ અસંગઠિત કામદારોના પ્રશ્નોના મુદ્દે સરકારની નીતિ સામે વિરોધ વ્યક્ત કરી આગામી દિવસો માં શ્રમિક આંદોલનની રુપરેખા ઘડી રહ્યા છે.જે સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અને શ્રમિક સંગઠનો ના આગેવાનો સાથે બેઠક યોજી હતી.જેમાં ઉધોગોમાં કામદારોની અસુરક્ષા,ખાનગીકરણ તેમજ બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રના અસંગઠિત કામદારોના લગુત્તમ વેતન, નોંધણી, લેબર કોર્ટ અને કચેરીઓમાં ખાલી જગ્યા ભરવા વિગેરે અંગે ચર્ચાવિચારણા કરી હતી.

આગામી દિવસોમાં કામદારોના મુદ્દે સૌ પ્રથમ 14 મી ફેબ્રુઆરીએ જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવવા સાથે રાજ્ય અને રાષ્ટ્ર વ્યાપી આંદોલનની રૂપરેખાની માહિતી આપી હતી.આ બેઠક માં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકી શોખી, સહિતના કોંગી અગ્રણીઓ અને કામદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories