/connect-gujarat/media/post_banners/b0c7d62528f55e1f1705fd13653d7307f7c35dada70ea5bb89ef5d34dfca5beb.jpg)
ભરૂચ જિલ્લાના 4 તાલુકાઓમાં કપાસના પાક પર થયેલ કેમિકલની અસરના કારણે નુકશાની વેઠી રહેલ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે હાથતાળી આપતા ભરૂચના ખેડૂતોને નુકશાન થયું છે સાથે આજરોજ જિલ્લા સમાહર્તાને મળવા માટે સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા અને જંબુસર વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર રસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.
વિશેષમાં કપાસના જે ખેડૂતો છે જેમને મહામુલ્યે ખેતી પોતાની ઊભી કરી છે ત્યારે આસપાસના વિસ્તારોમાં રહેલ કેમીકલ યુક્ત ઇન્ડસ્ટ્રીઝના ઝેરી રસાયણોથી પ્રદૂષણથી પાકને નુકશાન થઈ રહ્યું છે. કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના આ વિસ્તારોનો કપાસનો પાક નુકશાન પામી રહ્યો છે જેમાં હજારો એક્કર જમીનમાં લોકોના પાક નાશ પામી રહ્યા છે. બગીચાની અંદર રહેલા ફૂલો પણ નાશ થઈ રહ્યા છે.તો ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે તેવા આક્ષેપો લાગવામાં આવી રહ્યા હતા. ભવિષ્યમાં પોતાનાને થતાં નુકશાન સામે ખેડૂતો આપઘાત ના કરી લે તે માટે વહેલી તકે નિરાકરણ લાવવા માટે સાથે ખેડૂતોને થયેલ નુકશાન સામે યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતોએ આજરોજ ભેગા થઈ અને ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જો સરકાર દ્વારા પણ કોઈ યોગ્ય પગલું લેવાંમાં નહી આવે તો ખેડૂતો દ્વારા આવનારા સમયમાં ગાંધી ચીંધ્યામાં માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.