Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શિક્ષણ વિભાગ દ્વારા સીપીઆર કેમ્પનું આયોજન કરાયું, 10 હજારથી વધુ શિક્ષકો લેશે તાલીમ

શિક્ષણ અધિકારીની કચેરી અને કિરણ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કોલેજ ખાતે સી.પી.આર.કેમ્પનું આયોજન શિક્ષકો માટે કરવામાં આવ્યું હતું

X

ભરૂચ શિક્ષણ અધિકારીની કચેરી અને કિરણ હોસ્પિટલના સહયોગથી મેડિકલ કોલેજ ખાતે સી.પી.આર.કેમ્પનું આયોજન શિક્ષકો માટે કરવામાં આવ્યું હતું

નવરાત્રીમાં પણ હાર્ટ એટેકના કિસ્સા જોવા મળ્યા હતા.સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને એટેક આવ્યો હતો ત્યારે જો ના કરે નારાયણ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને હૃદય રોગનો હુમલો આવે તો શિક્ષકો તેમનો જીવ બચાવી શકે તે માટે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કિરણ હોસ્પિટલના સહયોગથી જિલ્લાની પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક સહિતની કુલ 1646 સ્કૂલના 10 હજારથી વધુ શિક્ષકોને તબક્કાવાર તાલીમ આપવામાં આવનાર છે જેમાં આજરોજ 4 સેસન્સમાં 2400 શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.આ પ્રશિક્ષણ શિબિરમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, શિક્ષણ અધિકારી કિશન વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કિરણ હોસ્પિટલના એડમિટેશન પરાગ પંડ્યા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story