/connect-gujarat/media/post_banners/5a9f28e3d3796c2b33b2b2779b541b027d8f876cf262b806c5d6202dc8bedf1b.jpg)
ભરૂચ એલસીબીએ દહેજથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ભંગાર ભરીને આવેલ આઈસર ટેમ્પો ચાલક સહીત ત્રણ ઈસમોને ભંગાર અને ટેમ્પો મળી કુલ ૭.૫૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે આઈશર ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.યુ.૪૨૨૧માં દહેજથી ભંગાર ભરી ત્રણ ઈસમો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના સુપર માર્કેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ભરૂચ તરફથી બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી લોખંડના પતરા,પાઈપ અને અન્ય ભંગાર મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોના ચાલક અને નોબેલ માર્કેટમાં રહેતો રીઝવાન હાસીમ અલી શેખ,નરપતસિંગ ગીરીધરીલાલ રાજપુરોહિત તેમજ શેતાનસિંગ આસુજી રાજપુરોહિતને ટેમ્પોમાં રહેલ ભંગાર અંગે પુછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે ૭૬૨૦ કિલો ભંગાર ૨.૨૮ લાખ અને ૫ લાખનો ટેમ્પો મળી કુલ ૭.૫૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણેય ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.