ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી,રૂ. 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી.

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી,રૂ. 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં દારૂનો જથ્થો ભરેલી કારને LCB પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી હતી. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે મહિલા સહિત એક ઇસમને ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

Advertisment

ભરૂચ જિલ્લા SP મયુર ચાવડાએ જિલ્લામાં ચાલતી દારૂ-જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિઓ ડામી દેવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતાં. જેના આધારે ભરૂચ LCBની ટીમ ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે અંકલેશ્વરના ભાંગવાડા વિસ્તારમાં રહેતી લક્ષ્મી અરવિંદ વસાવાના ઘરે લાલ કલરની સેન્ટ્રો કારમાં દારૂનો જથ્થો ભરેલો છે અને હાલમાં તે ત્યાંજ ઉભી છે. LCBની ટીમના PSI એસ.કે.ટોરાણી અને સ્ટાફને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી કારને ઝડપી પાડી હતી.LCBની ટીમે કારમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 212 મળીને કુલ રૂ.49,980 ની જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે કારની કિમત રૂ.એક લાખ, રોકડા રૂ.35 હજાર અને બે મોબાઈલ 5500 મળીને કુલ રૂ.1,90,480 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી પ્રશાંત ભરતભાઈ પટેલ, લક્ષ્મી અરવિંદ વસાવા અને મનીષા વિષ્ણુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતાં. ભરૂચના જીગ્નેશ ચાવડાને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisment