ભરૂચ : સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે કરી સ્વતંત્રતા દિવસ અંતર્ગત અનોખી ઉજવણી, 200 કીમી સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી
74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 200 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
BY Connect Gujarat Desk28 Jan 2023 9:48 AM GMT

X
Connect Gujarat Desk28 Jan 2023 9:48 AM GMT
74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 200 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવે 74મા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગાની ઉજવણી અંતર્ગત સાયકલિંગ રૂટ ભરૂચથી નબીપુર, નારેશ્વર, કબીરવડ, શુક્લતીર્થ, ઝાડેશ્વર, માડવા, અંકલેશ્વર, હાંસોટ, કટિયાજાડ અને કટપોરથી ફરી ભરૂચ પરત આવીને પૂર્ણ કરી હતી. સાયકલિંગ દરમિયાન સવારે 6 વાગ્યાની આસપાસ સાયકલ પંચર થઇ હતી. પહેલા વિચાર્યું કે, આજે આ રાઈડ પૂરી નહીં થાય. પરંતુ હાર માન્યા વગર મનમાં એક સંકલ્પ કર્યો, પછી જાતે જ સાયકલનું પંચર રિપેર કરી આગળની મારી રાઈડ તરફ રવાના થયો હતો. આખરે 200 કીમીની મારી સાયકલિંગ રાઇડર માત્ર 10 કલાક 9 મિનિટમાં પૂર્ણ કરી હતી.
Next Story