/connect-gujarat/media/post_banners/9ffe0b7977b13c882cc3b416af3786e5b8f7a1ada025cdb92101f69180cab3fe.jpg)
સુરત ખાતેથી વિશાલ આદર્શ કાવડ પદયાત્રા છેલ્લા ૩૨ વર્ષથી દર શ્રાવણ માસમાં કાવડ પદયાત્રાનું આયોજન કરે છે.સુરતથી મોટી માત્રામાં કાવડયાત્રીઓ ભરૂચની પવિત્ર ભૂમિ દશાશ્વમેઘ ઘાટ કે જે બલિરાજાની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે ત્યાં આવી પહોચ્યા હતા અને આ ઘાટ ઉપર હજારો કાવડ યાત્રીઓએ નર્મદા નદીના પવિત્ર જળમાં હર હર નર્મદે અને હર હર મહાદેવના નારા સાથે નર્મદા સ્નાનની ડૂબકી મારી ધન્યતા અનુભવી હતી. સાથે જ કાવડ એટલે કે તાંબાના લોટામાં નર્મદા નદીનું પવિત્ર જળ લઈ નર્મદા નદીના ઘાટ ઉપર સમૂહમાં મોટી માત્રામાં કાવડ યાત્રીઓએ શિવજીની આરાધના સાથે આરતી પૂજા અર્ચના કરી પોતાની કાવડ યાત્રાને નર્મદા નદીના ઘાટથી પ્રસ્થાન કરાવી સુરત તરફ રવાના થયા હતા.
ભરૂચના જાહેર માર્ગો ઉપરથી કાવડયાત્રીઓ હર હર મહાદેવના નારા સાથે નીકળતા ભરૂચ પણ ભક્તિમય મહોલમાં રંગાયું હતું કાવડમાં રહેલા નર્મદા નદીના પવિત્ર જળથી શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે હરીનગર ઉધના સુરતના શિવજી મંદિરે શિવજીને પવિત્ર નર્મદા નદીના જળથી જળાઅભિષેક કરી કાવડયાત્રાનું સમાપન કરનાર છે જ્યારે હજુ એક કાવડ યાત્રા આગામી ૧ ઓગષ્ટે યોજાનાર છે. જ્યારે અંતિમ કાવડયાત્રા 6 ઓગષ્ટે યોજવામાં આવનાર છે. આમ વિવિધ જિલ્લાઓમાંથી હજારો કાવડ યાત્રીઓ ભરૂચની પવિત્ર નર્મદા નદીનું જળ લઈ કાવડયાત્રાના ભાગરૂપે નીકળી શિવજીને જળાઅભિષેક કરી શ્રાવણ માસમાં ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.