Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જંબુસરના કિમોજ ગામના દૂધ ઉત્પાદકની પુત્રી પાયલોટ બનતા દૂધધારા ડેરી ખાતે સન્માન કરાયું

દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક એવા પરિવારની સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે.

ભરૂચ: જંબુસરના કિમોજ ગામના દૂધ ઉત્પાદકની પુત્રી પાયલોટ બનતા દૂધધારા ડેરી ખાતે સન્માન કરાયું
X

ભરૂચના જંબુસર તાલુકાના કિમોજ ગામની દૂધ મંડળીના ચેરમેન અને દૂધ ઉત્પાદક અશોકભાઈ દુબેના સુપુત્રી ઉર્વશી દુબેનો પાયલોટ બનવા પર આજે દૂધધારા ડેરી ખાતે દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ડિરેક્ટર સાગરભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખાસ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જંબુસરના કિમોજ ગામના દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક એવા પરિવારની સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે. દૂધધારા ડેરી ખાતે યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં જંબુસર એપીએમસીના ચેરમેન વિરલભાઈ મોરી, દુધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર ભાઈ પટેલ સહિત મેનેજરીઅલ સ્ટાફ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પાયલોટ ઉર્વશી દુબે એ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એક ગરીબ દૂધ ઉત્પાદક પરિવાર માંથી આર્થિક વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે પરિવારના સંઘર્ષ અને એક પાયલોટ તરીકે તેમની સફળ સંઘર્ષ યાત્રા ની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાયલોટ ઉર્વશીબેનના પિતા અશોક દુબે 1995 સુધી દૂધધારા ડેરી માં રૂટ કોન્ટ્રાક્ટર તરીકે ટેમ્પા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા ત્યારબાદ 1995 માં તેઓ પોતાના વતન કીમોજ જંબુસર ખાતે ગયા હતા અને ચાર ગાયો થી દૂધ પશુપાલનની શરૂઆત કરી હતી અને તેમના ડેરી સાથેના સંસ્મરણો તાજા કયૉ હતા.

Next Story