Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શન, ટિંગાટોળી સાથે પોલીસે કરી તમામની અટકાયત...

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ED દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી તપાસ અર્થે સમન્સ મોકલી કલાકો સુધી પૂછતાછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે,

X

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ED દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારી તપાસ અર્થે સમન્સ મોકલી કલાકો સુધી પૂછતાછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નેશનલ હેરાલ્ડ કેસ મામલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવાયું હતું. જેમાં કલાકો સુધી રાહુલ ગાંધીની પૂછપરછ કરાતા દેશભરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર પર કોંગ્રેસના કાર્યકરો ફિટકાર વરસાવી ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં કોંગી આગેવાનોએ રેલ્વે સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમા નજીક "રઘુ પતિ રાઘવ રાજા રામ"ની ધૂન સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન ધરણાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોકી, જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી, કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટિંગાટોળી સાથે તમામની અટકાયત કરી હતી.

Next Story