ભરૂચ: નર્મદામૈયા બ્રિજ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધની માંગ,યૂથ કોંગ્રેસ દ્વારા યોજાયુ પ્રદર્શન

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો

New Update

અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા સદભાવના તથા સદબુદ્ધિ કાર્યક્રમ રાખ્યો હતો. દિવસે દિવસે વધતા અકસ્મતોના બનાવો જેમાં છેલ્લા મહિનામાં 20 થી વધુ બનાવો બન્યા છે જેમાં અનેકો લોક ઘાયલ થયા જયારે કેટલાક આશાસ્પદ યુવાનોનું જે પોતાના પરિવારના આધારસ્તંભ હતા તેવા લોકોનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે અકસ્માતની બનતી ઘટનાઓ પર અંકુશ લાવવા નક્કર કાર્યવાહીની માંગ સાથે યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા મૈયાબ્રિજ પરથી મોટા વાહનોની અવરજવર સદંતર બંધ કરવાની માંગ કરવામાં આવી હતી

Latest Stories