Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે CPR અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ અપાય

આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે,

X

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે CPR અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટએટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે, ત્યારે CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધુ વધી જાય છે. જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. જેમાં કેટલીય જીવલેણ ઘટનાઓ જેવી કે, હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPR આપવાથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. જેથી આજના સમયમાં ભરૂચના મહીલા પોલીસ મથક અને કિરણ.સી.પટેલ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરના સહયોગથી ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે CPR અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારાયણ વિદ્યાલયના અંગેજી માધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન સહ તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડો. નિવિતા વરોદરિયા, ડો. નિરાલી પ્રજાપતિ મહિલા પોલીસ મથકના સંગીતા ઝાલા, નારાયણ વિધાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story