/connect-gujarat/media/post_banners/2649f6f95ccb1ae99faf0dd44d46958a5eb553367e26c71654305783026fe42b.jpg)
ભરૂચની આમોદ નગરપાલિકાના ૨૬૮ લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. ભરૂચની આમોદ નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોનું આજ રોજ ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આમોદના મોટા તળાવ પાસે આવેલા વૉટર વર્કસ ખાતે અમૃત ૨.૦ ગ્રાન્ટ,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.૮૮ અને જનભાગીદારી યોજના અન્વયે સને ૨૦૨૨-૨૩ ગ્રાન્ટ હેઠળ આમોદ નગરપાલિકા વિવિધ વિસ્તારનાં વિકાસના કામોનું રૂ.૨૬૮ લાખનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.આ ઉપરાંત આમોદ વૉટર વર્કસ ખાતે રૂપિયા ૫૫.૭૦ લાખના ખર્ચે બનતાં ૨૩.૬૦ લાખ લીટર પાણીમાં સંપનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ ઈન્દ્રસિંહ રાજ,મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા સહિતના ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.