ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ
અંકલેશ્વરથી રાજપીપળા સુધીના અને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતા રાજ્ય ધોરીમાર્ગની હાલત બિસ્માર બનતા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઝઘડિયાથી વાલિયાને જોડતો માર્ગ, રાજપારડીથી નેત્રંગને જોડતો તેમજ અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે અને આ માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો હોવાથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઝઘડિયા તાલુકાના ગુમાનદેવથી મુલદ સુધીનો રસ્તો ખૂબ જ બિસ્માર્ગ બન્યો છે જેના પર મોટા મોટા મેટલો નાખવાથી આ મેટલો ઉડીને કોઈ બાઈક સવારને વાગવાથી મોટા અકસ્માતો સર્જાઈ શકે છે જેથી ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા માર્ગોનું જલ્દીથી નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી સાથે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા રાજ્યપાલને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ