/connect-gujarat/media/post_banners/163d42d7a46a9d64d09323ca94d1c0dbb5817d1233c7a8688d13496671eedbfd.jpg)
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું
ગુજરાત સરકાર તરફથી ભરૂચ નગરપાલિકાને અંદાજીત ૬૦૦ થી વધુ પ્રધાનમંત્રી આવાસને મંજૂરી આપવામાં આવી હતી જેનું ૫૦% કામ પૂર્ણ થયું છે જે અંતર્ગત આજે વોર્ડ નંબર - ૬ માં આવેલ મકતમપુર - બોરભાઠા વિસ્તારમાં બનતા ૬૧ આવાસોનું કામ પૂર્ણ થયું છે ત્યારે ૫ પરિવારોને આવાસની ચાવી અર્પણ કરી, ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,કારોબારી ચેરમેન નરેશ સુથારવાળા સહિત નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા