ગુજરાતના 10 કરોડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન, આરોગ્ય શાખાએ સિદ્ધિને વધાવી
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે
સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પંચાયત સંકુલમાં વિશાળ રંગોળી અને આકાશમાં બલૂન છોડીને ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના વિરોધી જંગ દરમ્યાન ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનનો આંક 10 કરોડ સુધી પહોચ્યો છે, જ્યારે ભરૂચ જિલ્લામાં પણ 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત સંકુલમાં વિશાળ રંગોળી બનાવી આ સિદ્ધિને વધાવી લેવામાં આવી હતી. સમગ્ર ગુજરાતના 10 કરોડ વેક્સિનના ડોઝમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે આકાશમાં બલૂન છોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ વેક્સિનેશનની આ સિદ્ધિ બદલ તમામ આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આગામી દિવસોમાં બીજા ડોઝની 100 ટકા કામગીરી સંપન્ન કરવા અંગે પણ તેઓએ આશા વ્યક્ત કરી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 678 કોરોના કેસ નોંધાયા, 1082 દર્દીઓ થયા...
10 Aug 2022 4:23 PM GMTભરૂચ-અંકલેશ્વરમાં યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા...
10 Aug 2022 3:00 PM GMTસુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ...
10 Aug 2022 2:58 PM GMTભાવનગર : બોરતળાવ પોલીસ મથકની દબંગગીરી, હીરા ચોરીના વેપારીને ઢોર માર...
10 Aug 2022 12:38 PM GMTઅમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે 5 વર્ષથી બંધ અનુપમ બ્રિજ ખુલ્લો...
10 Aug 2022 12:11 PM GMT