સમગ્ર ગુજરાતમાં 10 કરોડ અને ભરૂચ જિલ્લામાં 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પંચાયત સંકુલમાં વિશાળ રંગોળી અને આકાશમાં બલૂન છોડીને ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના વિરોધી જંગ દરમ્યાન ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનનો આંક 10 કરોડ સુધી પહોચ્યો છે, જ્યારે ભરૂચ જિલ્લામાં પણ 27 લાખથી વધુ વેક્સિનના ડોઝ નાગરિકોને અપાય ચૂક્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત સંકુલમાં વિશાળ રંગોળી બનાવી આ સિદ્ધિને વધાવી લેવામાં આવી હતી. સમગ્ર ગુજરાતના 10 કરોડ વેક્સિનના ડોઝમાં ભરૂચ જિલ્લાનું 27.50 લાખ વેક્સિનનું યોગદાન રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે આકાશમાં બલૂન છોડીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ વેક્સિનેશનની આ સિદ્ધિ બદલ તમામ આરોગ્યકર્મીઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આગામી દિવસોમાં બીજા ડોઝની 100 ટકા કામગીરી સંપન્ન કરવા અંગે પણ તેઓએ આશા વ્યક્ત કરી હતી.