/connect-gujarat/media/post_banners/377cab1f96891dfc639df356ea2d6784a37354a5ce00ac37fa5cc226d5acdfc8.jpg)
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાવાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ,ઝગડીયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા,નેત્રંગ પ્રમુખ તાલુકા પંચાયત લીલાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, કલેક્ટર તુષાર સુમેરા અને આમંત્રીતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.