Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાય...

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી ખાતે ઉપસ્થિત તમામ આમંત્રિતોને એક દિપક આપવામાં આવ્યો હતો. આ દિવાળીના શુભ દિવસે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા વિચારો, સારા સંકલ્પો અને સારા વ્યવહાર કરવા માટે એક સંકલ્પ લેવડાવાવમાં આવ્યા હતા. સાથે જ લક્ષ્મીજીનું પ્રતીક રાખી દરેક વ્યક્તિએ લક્ષ્મીજી પાસેથી એક સુંદર સુવિચાર કવચ પણ પ્રાપ્ત કર્યું હતું. આ પાવન અવસરે બ્રહ્માકુમારીઝ દ્વારા સમગ્ર જિલ્લાના ભાઈ-બહેનોને પવિત્ર દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દરેક વ્યક્તિ સ્વસ્થ અને નીરોગી રહે, તેઓના ધંધા-રોજગારમાં સુંદર પ્રગતિ કરે તેવી બ્રહ્માકુમારીઝ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ બ્રહ્માકુમારીઝ સબઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી, અનિલા દીદી, હેતલ દીદી, નિમા દીદી સહિતના સમર્પિત બહેનો અને સમગ્ર જિલ્લામાંથી આવેલ બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયીઓ ઉપસ્થિત રહી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

Next Story