ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભુગૃઋુષિ ફલાયઓવર તથા કોલેજ રોડ પર ફલાયઓવર બનાવવામાં આવ્યાં છે. બંને બ્રિજ બન્યાં બાદ કોલેજ રોડ પર ટ્રાફિક એકદમ હળવો થઇ ગયો હતો પણ હાલ કસક ગરનાળાને રીપેરીંગ માટે બંધ કરાયું છે.
કસક ગરનાળુ બંધ કરવામાં આવતાં કોલેજ રોડ પર વાહનોનું ભારણ વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ખાસ કરીને પીક અવર્સમાં બૌડા સર્કલ પાસે વાહનોની કતાર લાગી જાય છે. ટ્રાફિકને પુર્વવત કરવા માટે પોલીસને પણ પરસેવો પડી રહયો છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પોલીસે આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ડીવાયએસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો વિવિધ સ્થળોએ પહોંચી હતી અને આડેધડ રીતે પાર્ક કરી દેવામાં આવેલાં વાહનોના નંબરો નોંધી લીધાં હતાં. આ નંબરોના આધારે હવે તેમના માલિકોને મેમો મોકલવામાં આવશે. ભરૂચના ડીવાયએસપી વિકાસ સુંડાએ વાહનચાલકોને તેમના વાહનો યોગ્ય રીતે અને પાર્કિંગમાં જ પાર્ક કરવા અપીલ કરી છે