Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતાં ઝઘડીયા નજીક નદી કાંઠાના ગામોને "એલર્ટ" કરાયા...

મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.

X

ભરૂચના મધ્યમાંથી પસાર થતી નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થતાં ઝઘડીયા તાલુકાના નદી કાંઠાના 5થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ જીલ્લામાં નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો નોંધાય રહ્યો છે, ત્યારે નર્મદા નદીની જળ સપાટી સતત વધતાં ઝઘડીયા તાલુકાના જુના પોરા, જરસાળ, ઓરપટાર, જુની તરસાલી અને ટોઠીદરા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ઝઘડીયા પ્રાંત અધિકારી અને ઝઘડીયા મામલતદાર સહિત તંત્રની ટીમે તમામ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. સાથે જ વહીવટી તંત્રએ ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ જરૂર પડે તો સમયસર સ્થળાંતર કરવા માટે પણ સૂચન કર્યું હતું.

Next Story