ભરૂચ : મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર બ્રિજના પગલે સર્જાશે ટ્રાફિકજામની સ્થિતિ, ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત

નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.

New Update
ભરૂચ : મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર બ્રિજના પગલે સર્જાશે ટ્રાફિકજામની સ્થિતિ, ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત

ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાંનિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે અહીના વિસ્તારમાં ઉભી થનાર ટ્રાફિકજામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત પાલિકાના સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લઈ સર્વે કામગીરી હાથ ધરી હતી. જેમાં આ વિસ્તારમાંથી સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા હળવી થાય તે માટે રોડ પરના વીજપોલ હટાવવા સાથે કેટલીક ખાનગી મિલકતો પાલિકા દ્વારા હસ્તગત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્થળ મુલાકાત દરમ્યાન પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, સભ્યો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ સહિત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા.

Latest Stories