Connect Gujarat
ભરૂચ

ભરુચ : નર્મદાનાં પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં જોવા મળી નારાજગી, સરકાર પાસે કરાઇ સહાયની માંગ....

નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે.

X

નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. પૂરના કારણે લોકોના સરસામાન સહિત મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 18 લાખ ક્યુસેક પાણીના કારણે જૂના ભરૃચ ના ફુરજા, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મંદિરો, દુકાનો અને મકાનોમાં પુરના પાણી ઘુસી જતાં ભારે નુક્સાન થયું છે. એક જ રાતમાં પુરના પાણી રોકેટ ગતિએ ફરી વળતા લોકો હતપ્રત બની ગયા હતા. જેના કારણે માલ સામાનને ભારે નુક્સાન થવા પામ્યું છે. ફુરજા રોડ પર આવેલ પૌરાણિક દત્ત મંદિરમાં પણ પુરના પાણીએ ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી મંદિરમાં અચાનક જ આવી જતાં અહીના પૂજારી ઓમ મહારાજ ગભરાય ગયા હતા અને અનાજ સહિત ગૌશાળામાં પણ નુક્સાન થયું હોવાનું જણાવ્યુ હતું. ભરૃચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Next Story