Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદની આંગણવાડીમાં ટપકતી છતના કારણે ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત..!

આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો

X

ભરૂચ જિલ્લાના આમોદના પુરસા રોડ પર નવી નગરીમાં આવેલ આંગણવાડીમાં વરસાદી પાણી ટપકતા બાળમંદિરના નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત આવી હતી. આમોદમાં સતત 4 કલાક ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા, જ્યારે નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય અને ધાબા પરથી પાણી ટપકતા આંગણવાડી પાણી પાણી થઈ ગઈ હતી.

જેથી આંગણવાડીના બાળકોને બહાર ખુરશીમાં બેસાડવાની નોબત આવી હતી. જેથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે આંગણવાડી કાર્યકર રેખા પરમારે જણાવ્યું હતું કે, અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. છતાં બિસમાટ આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવતા બાળકોને હાલાકી વેઠવી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ પાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીનું સમારકામ કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં લાખોના રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આંગણવાડી રીપેર કરવામાં આવી નથી હોવાની રાવ ઉઠી છે.

Next Story