હવામાન વિભાગે કરેલ આગાહી સાચી ઠરતા થયેલ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે આકાશી આફત વરસતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરોની 300થી 400 એકર જમીનમાં પાણીનો ભરાવો થવા સાથે ખેતરો તળાવમાં ફેરવાયા છે. જેના કારણે ખેતરમાં કપાસ અને તુવેર સહિતના પાક પાણીમાં જતાં ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો છે, ત્યારે ખેડૂતોને થયેલ નુકશાનીમાં સરકાર દ્વારા સર્વે કરી વળતર ચુકવાય તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તરફ, ભારે વરસાદના પગલે કારેલી ગામના રોડ પણ ઘોવાતા લોકોને આવન-જાવન માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સરકારા દ્વારા લાગતા વળગતા વિભાગને જાણ કરી ગામના રોડ-રસ્તા સહીત નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરાય તેવી માંગ ગ્રામજનો માંગ કરી રહ્યા છે.