Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હોળી-ધૂળેટી નિમિતે આદિવાસી ભાઈ-બહેન માટે એક્સ્ટ્રા બસો દોડાવામાં આવી, એસટી વિભાગે લીધો નિર્ણય

ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...

X

ભરુચ જિલ્લામાંથી આદિવાસી વિસ્તારો માટે વધુ 55 જેટલી એસ ટી બસો દોડવાનું એસટી વિભાગના નિયામકે નિર્ણય લીધો...

હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવારોને લઈને એસટી વિભાગે દાહોદ, ગોધરા, ભાલોદ, ડેડીયાપાડા, સાગબારા અને નેત્રંગ વિભાગ માટે એક્સ્ટ્રા બસો દોડાવાનોનું આયોજન કર્યું છે. જેમાં 55 જેટલી એસ ટી બસો કાર્યરત કરાશે. હોળીના મહાપર્વને લઈ પૂર્વમાં વસતા આદિવાસી ભાઈઓ-બહેનો તેની ભવ્ય ઉજવણી કરવા માટે ગમે ત્યાં વસતા હોય તો પણ આ મહાપર્વને લઈને પોતાના ઘરે વતન ફરતા હોય છે. પોતાના વતનમાં એક-બે દિવસ જતા હોય તેવા સંજોગોમાં ખાનગી વાહન ચાલકો આદિવાસીઓની મજબૂરીનો લાભ ઉઠાવી ચાર ગણું ભાડું વસૂલ કરતા હોય છે. જે બાબતને ધ્યાન પણ લઈ ભરૂચ એસટી વિભાગના નિયામક દ્વારા હોળી ધુળેટી પર્વને લઇને આદિવાસી વિસ્તારો માટે વધારેનું બસો મુકવા આવી છે.

Next Story