ભરૂચ શહેરના બી' ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ નકલી PSIએ ભરૂચ તાલુકા અને જંબુસરના વધુ 2 વ્યક્તિઓ પાસેથી રૂપિયા 50 હજારથી વધુ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં નકલી PSIની ઓળખ આપી ભોળી પ્રજા પાસેથી કોઈને કોઈ બહારને રૂપિયા પડાવનાર નકલી PSIની ભરૂચ બી' ડીવીઝન પોલીસે ધરપકડ કરીઓ છે. લોકો પાસેથી તોડ કરનાર છોટા ઉદેપુરના નૂર મહંમદ મલેક અને તેની સાથે ફરતા ઇકો ચાલક સીરાજ શેખની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા ઝડપાયેલ બન્ને ઈસમો સામે ભરૂચ તાલુકાના સરનાર ગામના ખડકી ફળિયામાં રહેતા ગુલામ હુશેન હશન મુસા બાપુ વોરા પટેલે 20 હજાર અને જંબુસરની પ્રીતમ પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ સત્તાર અહમદ પટેલ અને મૌલવી ઈસ્માઈલ મુસા અદા પાસેથી મળી આ ઈસમ 32 હજાર રૂપિયા પડાવી ગયો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય છે, ત્યારે હાલ તો સમગ્ર મામલે બી' ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.