Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કેળાની ખેતીમાં મબલક પાક તો થયો પણ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી

X

ભરૂચ જીલ્લામાં કેળાની ખેતી કરવી મુશ્કેલ બની જતી હોય છે.છતાં પણ ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી પરંતુ બજાર માં વેપારીઓને ટેકાના ભાવ મળી રહ્યા છે.કારણ કે બજારમાં કેળાના કિલોનો ભાવ ૨૫ થી ૩૦ રૂપિયે ચાલી રહ્યો છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા પંથકના અછાલિયા ગામે વાવાઝોડા સહિત કુદરતી આફતોના ભય વચ્ચે પણ ખેડૂતોએ કેળાની ખેતી કરી છે અને ૧૧ મહિના ખેડૂતોના પરસેવાની મહેનતથી કેળાનું સારું એવું ઉત્પાદન પણ થયું છે.વેપારીઓ અને દલાલો ખેડૂતો પાસેથી ૫ થી ૭ રૂપિયા કિલો ખરીદી કરી બજારમાં ૨૫ થી ૩૦ રૂપિયે કિલો વેચી રહ્યા છે.પરંતુ ખેડૂતોને નહિ જેવા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતોને કેળાની ખેતીમાં નુકશાન થઈ રહ્યું છે.૧૧ મહિના કેળાની ખેતી સાથે તેના પાકની માવજત કરવા માટે ખેડૂતો પોતાનો પરસેવો પાડતા હોય છે.પરંતુ ખેડૂતોને તેઓની ખેતીમાં તૈયાર થયેલા પાકના ટેકાના ભાવ નહિ મળતા આખરે ખેડૂતો મૂંઝવણ અનુભવવા સાથે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારને ખેડૂતો અપીલ કરી રહ્યા છે.

Next Story