/connect-gujarat/media/post_banners/92df62f290a8f3eb8034678b38995e50cb9b9858b4ad1ba4f436f2388455315e.jpg)
ભરૂચ જીલ્લામાં વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાન બાબતે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ તે અપૂરતુ હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લાઓમાં નર્મદા સરોવરમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીથી ભારે તારાજી થઈ છે. ખેડૂતોના ખેતરોમાં પૂરના પાણી ભરાતા ઉભા પાક નષ્ટ થઈ ગયા છે.ત્યારે ભારે હોબાળા બાદ સરકારે જાહેર કરેલ રાહત પેકેજને ખુબ જ ઓછું હોવાનું જિલ્લાના ભરૂચ,અંકલેશ્વર, હાંસોટ અને ઝઘડિયા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ રાહત પેકેજથી ખેડૂત બેઠો પણ થઈ શકે તેમ નથી.વધુમાં સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે ત્યારે ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે વળતરમાં સમાનતા અને વધારા સાથેનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી