Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કાનમ પ્રદેશના ખેડૂતોએ કપાસના પાકની કાઢી સ્મશાન યાત્રા,જાણો કારણ

કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે

X

કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના વિવિધ ગામોમાં કપાસના પાકને કેમિકલના કારણે વ્યાપક નુકશાન થઈ રહ્યું છે ત્યારે આમોદ તાલુકાનાં તેગવા ગામે ખેડૂતોએ કપાસના પાકની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો

કોટન કિંગ ગણાતા ભરૂચમાં કપાસ સહિતના પાક પર છેલ્લા ઘણા સમયથી કેમિકલ હુમલો થયો છે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર,વાગરા અને ભરૂચ તાલુકાની 67 હજાર હેક્ટર જમીનમાં કેમિકલના કારણે કપાસ સહિતના પાકને વ્યાપક નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતો ઊભા પાકનો નિકાલ કરવા મજબૂર બન્યા છે ત્યારે આજરોજ આમોદ તાલુકાના તેગવા સહિતના ગામના ખેડૂતોએ આ અંગે અનોખી રીતે વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતો તેમના ખેતરમાં એકઠા થયા હતા અને પાકને નનામી પર મૂકી અંતિમ યાત્રા કાઢી સરકાર સામે છાજિયા લીધા હતા ત્યાર બાદ પાકના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ જણાવ્યુ હતું કે કપાસના પાકને એટલા પ્રમાણમાં નુકશાન થયું છે કે પાકને નિહાળી એમનો જીવ બળે છે ત્યારે આજે પાકની અંતિમક્રિયા કરવામાં આવી છે. ખેડૂતોએ પાક માટે જે ખર્ચો કર્યો છે એની સામે સરકાર વળતર ચૂકવેએવી માંગ કરવામાં આવી છે

Next Story