New Update
/connect-gujarat/media/post_banners/d8a19d38fda5dbbb0bf6655b901b434f7df5d5d9eda0feb2c540070aa18cd612.webp)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. સુરતના સચિન વિસ્તારમાં રહેતા દેસલ ડોડવા અને તેમનો પુત્ર વિકાસ ડોડવા બાઇક પર તેમના વતન ભેસવાણી જવા માટે બાઇક પર મળસ્કે નીકળ્યા હતા આ દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઇજાના પગલે બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે
Latest Stories