Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અંકલેશ્વર જીઆઈડીસીની અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ,કોઈ જાનહાની નહીં

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી

X

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી

અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ફરીએકવાર આગની ઘટના બની હતી. જીઆઈડીસીમાં આવેલ અમલ કંપનીમાં આગનો બનાવ બન્યો હતો.કંપનીમાં નવ બોઈલરની ફીટીંગની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન આ ઘટના બની હતી. વેલ્ડિંગની કામગીરી દરમ્યાન તણખા નજીકમાં આવેલ પ્લાસ્ટિકના જથ્થામાં પડતા આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા.

કંપનીમાં આગ ફાટી નીકળવાના કારણે કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 3 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે આજથી થોડા દિવસ અગાઉ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી જેમાં 5 કર્મીઓને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કંપનીમાં વારમવાર દુર્ઘટના બને છે આમ છતા કંપની સત્તાધીશો દ્વારા સુરક્ષા અને સલામતીના કોઈ પગલા ન ભરાતા હોવાનું લાગી રહ્યું છે. આજે પણ ઘટનાનું કવરેજ કરવા ગયેલ પત્રકારોને સુરક્ષાકર્મીઓએ અટકાવયા હતા ત્યારે કંપનીમાં કામદારોની સુરક્ષા માટે કેવા પગલાં ભરવામાં આવે છે એની તપાસ કરવામાં આવે એ જરૂરી છે

Next Story