/connect-gujarat/media/post_banners/cbefa960e35000d7ced22ba2dcaedfae73b18cc93b2e89d1836f9d262dbdd83b.jpg)
ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રંગોલી કોમ્પલેક્ષની એક બંધ દુકાનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું.
ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે જૂની તૃપ્તિ હોટલની જગ્યા ઉપર અચાનક આગ લાગ્યા બાદ ધુમાડા નજરે પડતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ લાયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાલ આ આગ ક્યાં કારણોસર લાગી હતી, તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી, જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, આગની ઘટનામાં હોટલ પરિસરના નુકશાની થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.