ભરૂચ: હાંસોટના ઉત્તરાજ ગામ નજીક પાણીમાં ડૂબી જતા માછીમારનું મોત,પોલીસે શરૂ કરી તપાસ

હાંસોટ રામનગરમાં રહેતા ભીખાભાઇ દેવાભાઇ મિસ્ત્રી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે

New Update
ભરૂચ: હાંસોટના ઉત્તરાજ ગામ નજીક પાણીમાં ડૂબી જતા માછીમારનું મોત,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચ હાંસોટના ઉત્તરાજ ગામ નજીક ભાડભુત બેરેજ યોજના પાસે ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને અંકલેશ્વર નગર પાલિકા ફાયર ફાયટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી પરિવારજનોને સોપ્યો હતો.

હાંસોટ રામનગરમાં રહેતા ભીખાભાઇ દેવાભાઇ મિસ્ત્રી માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગતરોજ બપોરે હાંસોટના ઉત્તરાજ ગામ નજીક આવેલ ભાડભુત બેરેજ યોજના પાસે મચ્છી પકડવા માટે ગયા હતા તે દરમિયાન ઊંડા પાણીમાં તેઓ ગરક થઇ ગયા હતા લાપત્તા બન્યા હતા આ અંગેની જાણ થતા અન્ય માછીમારોએ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ઘટનાને પગલે નગર પાલિકા ફાયર ફાયટરો સ્થળ પર દોડી ગયા હતા અને બોટની મદદ વડે રેસ્ક્યુ ઓરેશન હાથ ધરી મોડી રાત સુધી ભારે શોધખોળ કરી હતી અને પરંતુ યુવાનનો પત્તો લાગ્યો ન હતો જેથી ફાયર ફાયટરો પરત ફર્યા હતા અને આજે ફરી શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન લાપત્તા બનેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories