Connect Gujarat
ભરૂચ

ભરૂચ: રાજપારડીની MES નુરાની હાઈસ્કૂલના સ્થાપના દિવસની કરાય ઉજવણી

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની એમ.ઇ.એસ નુરાની હાઇસ્કુલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ: રાજપારડીની MES નુરાની હાઈસ્કૂલના સ્થાપના દિવસની કરાય ઉજવણી
X

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેની એમ.ઇ.એસ નુરાની હાઇસ્કુલના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી


આજરોજ તારીખ 5 સપ્ટેમ્બરની શિક્ષક દિન તરીકે સમગ્ર ગુજરાત માં ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજપારડી ખાતેની એમ.ઈ.એસ. નુરાની હાઈસ્કૂલને ૨૧ વર્ષ પુરા થયા છે અને ૨૨ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજરોજ શિક્ષક દિવસની ઉજવણી સાથે સાથે શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નુરાની હાઈસ્કુલના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ગિતો, નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા સાથે મહાનુભાવો દ્વારા શિક્ષણને લગતી માહિતી લોકો સુધી પહોંચાડી બાળકોને વધુમાં વધુ ભણાવવા ના વિષય પર ભાર મૂકયો હતો, શાળાના ટ્રસ્ટી સલીમ શેખ અને ઈમ્તિયાઝ અલી સૈયદ દ્વારા તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે ટ્રસ્ટીગણ દ્વારા શાળાના તમામ શિક્ષકો ને ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ,સલિમ શેખ, રાજપારડી ગામના અગ્રણી સૈયદ ઈમ્તિયાઝ અલી બાપુ અને રાજપારડી તેમજ આજુ બાજુના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Next Story