Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પત્ની સાથે આડાસંબંધના વહેમમાં મિત્રએ કરી મિત્રની ઘાતકી હત્યા, આરોપી ઝડપાયો

ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.

X

ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો લોહિયાળ અંજામ આવ્યો છે. મિત્રએ મિત્રની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં ગળું રહેંસી ઘાતકી હત્યા કરી હતી. નર્મદા માર્કેટમાં બનેલ ચકચારી બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના નર્મદા માર્કેટમાં એક વ્યક્તિની પાછળ અન્ય એક વ્યક્તિ ચપ્પુ લઈને પડ્યો હતો. આ જોઈ નર્મદા માર્કેટનાં વેપારીઓ પણ હેબતાઈ ગયા હતા.દરમિયાન આરોપીએ નર્મદા માર્કેટની એલઈડી લાઈટ સર્વિસ વર્કશોપ પાસે ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. વેપારીઓ કઈ મદદે પહોચે તે પહેલા જ હત્યારો ફરાર થઇ ગયો હતો.

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આ અંગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મૃતક સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરી હોવાનું બહાર આવ્યું હતું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હુમલો આરોપીનું નામ અઝરુદ્દીન આસીફ મન્સૂરી બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યા પરથી પડદો ઊંચકાયો હતો.

આરોપી અઝરુદ્દીનની પત્ની સાથે મૃતક આર્યન હુસેનના અનૈતિક સંબંધ હોવાની શંકાએ તીક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે કોવિદ પ્રોટોકોલમાં આધારે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story