Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાને મળી મંજૂરી,ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતના પગલે 18 ગામોને મળશે પીવાનું મીઠુ પાણી

ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.

X

ભરૂચ ધારાસભ્ય અને વિધાનસભા ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટલેના પ્રયાસોથી ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે. ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા મીઠા પાણીની ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી મળી છે. જેનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા થશે. જેમાં પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ વિગેરે નિર્માણ પામશે.

આ યોજનામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છાપરા, કાંસિયા, સામોર, નોગામા, માંડવાબુજર્ગ, અમરતપુરા, મોતાલી, દઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડીમોખા, જીતાલી, પીપરોદ, સેંગપુર, ગડખોલ, અંદાળા અને સારંગપુર જેવા ગ્રામ્ય અને શહેરી સહિત કુલ 18 ગામોને શુદ્ધ મીઠું પાણી પહોંચશે.આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારના નાગરિકો વતી ધારાસભ્ય દુષ્યંત પટેલે આભાર વ્યક્ત કર્યો છે.

Next Story