ભરૂચ શહેરને નર્મદા યોજનાનું પાણી પૂરી પાડતી અમ્લેશ્વર કેનાલમા ડભાલી ગામ પાસે ગાબડુ પડતાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે જેના પગલે વળતરની માંગ કરવામાં આવી છે
ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી અમલેશ્વર મેઈન કેનાલમાં ભરૂચ તાલુકાના ડભાલી નજીક મોટું ગાબડું પડ્યું છે.અને આ ગાબડું અંદાજિત ૨૦મીટર પહોળું હોવાના કારણે લાખો લિટર પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે
તો બીજી બાજુ ભરૂચ શહેરમાં આજ કેનાલ મારફતે ભરૂચવાસીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતર તરફ વળી જવાના કારણે પાણીનો પ્રવાહ ભરૂચ આવતો અટકી ગયો છે તેમજ હવે કેનાલનું રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવા આવતા આગામી છ દિવસ સુધી પાણી મળી શકે તેમ નથી.જે અંગે ભરુચ નગર પાલિકા વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા હાલ રિઝર્વ વોટરનો ઉપયોગ કરી શહેરીજનોને પાણી પૂરું પાડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે