/connect-gujarat/media/post_banners/c45dc096077073333d4fc0c4801783a0f7a14ff8ba02517f06e32ff1fd11e329.jpg)
ભરૂચ શહેરનો જ ભાગ બની ચુકેલાં ભોલાવ, ઉમરાજ અને નંદેલાવ ગ્રામ પંચાયતોના સરપંચોએ કચરો ભરેલી ગાડીઓ કલેકટર કચેરી ખાતે લઇ જવાની ચીમકી આપી છે. ભરૂચ શહેરને અડીને આવેલાં નંદેલાવ, ભોલાવ અને ઉમરાજ ગામો આવેલા છે. આ ત્રણેય ગામોની આશરે 70 હજાર જેટલી લોકોની વસ્તી ધરાવે છે. અને ત્રણેય પંચાયતો ઘરે-ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સેવા આપી રહી છે.
લોકોના ઘરેથી કચરો તો ઉઘરાવવામાં આવે છે પણ તેનો નિકાલ કયાં કરવો તે એક સવાલ ઉભો થયો છે. નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ ખાતે કચરાનો નિકાલ કરવા દેવામાં આવતો નથી. ત્રણેય ગ્રામ પંચાયતોના સરપંચોએ ડમ્પીંગ સાઇટ માટે તંત્રને વારંવાર રજુઆત કરી છે પણ આજદિન સુધી કોઇ નકકર પગલાં ભરવામાં આવ્યાં નથી. જો ગુરૂવાર સુધીમાં ડમ્પિંગ સ્થળ નહીં ફાળવાઇ તો ત્રણેય ગામના ગામના સરપંચો અને સોસાયટીના પ્રમુખ સહિત ગામમાંથી નીકળેલ કચરો જિલ્લા કલેકટર કચેરી ખાતે અચોક્કસ સમય સુધી કચરા ભરેલી ગાડીઓ ખડકી દેવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.