Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દાંડિયાબજારમાં 95,000 રૂા.ની ચલણી નોટોથી ઘનશ્યામ મહારાજનો શૃંગાર

ડિસ્પોઝેબલ વસ્તુઓ, ચોકલેટ, શાકભાજી ,સોનાચાંદીના તેમજ નવી ચલણી નોટોના હિંડોળે ભગવાનને ઝુલાવવામાં આવી રહયાં

X

ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દાંડીયાબજાર ખાતે આવેલાં સ્વામિનારાયણ મંદિર ખાતે હીંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર ખાતે. ડિસ્પોઝેબલ વસ્તુઓ, ચોકલેટ, શાકભાજી ,સોનાચાંદીના તેમજ નવી ચલણી નોટોના હિંડોળે ભગવાનને ઝુલાવવામાં આવી રહયાં છે. ભગવાન ઘનશ્યામ મહારાજને નવી ચલણી નોટોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.જેમાં 1, 2 ,10,20,50,100,500 અને 2000 ની નવી ચલણી નોટોનો ઉપયોગ કરાયો હતો. અંદાજીત 95,000 હજારની નવી ચલણી નોટો હીંડોળાને સજાવવા માટે ઉપયોગમાં લેવાય હતી. ભાવિક ભકતોએ પણ ચલણી નોટોથી બનેલા હીંડોળોના દર્શનનો લ્હાવો લીધો હતો.

Next Story