/connect-gujarat/media/post_banners/041756944136afa2659909e06e37214038e29a67c9e8f1f1b774b3efcd6ab3db.webp)
ભરૂચના ઝઘડિયાના વાઘપરા ગામની સીમમાં હાઇટેન્શનના વાયર સાથે યુવક અને યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપરા ગામની સીમમાં આવેલાં હાઇટેન્શનના વાયર સાથે એક યુવક અને યુવતી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં સ્થાનિકો ભેગા થઇ ગયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતાં યુવતીની ઓળખ ઝઘડિયાના મોહન ફળિયામાં રહેતી રોશની રાજુ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. રોશની છેલ્લા ચાર દિવસથી ઘરેથી ચાલી ગઇ હતી. અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં રોશનીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. તેની સાથે રહેલો યુવાન સરકારી હરિપુરા ગામનો કનૈયા વસાવા હોવાનું બહાર આવ્યું હતું.મૃતક કનૈયા વસાવા પરણિત છે. પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળવાની બીકે બંને પ્રેમીપંખીડાઓએ મોતને વ્હાલુ કરી દીધું છે. વાઘપુરા ગામની સીમમાં બંને પ્રેમીપંખીડાઓએ કયારે આપઘાત કર્યો તેની વિગતો પીએમ રીપોર્ટ બાદ બહાર આવશે. યુવતી ચાર દિવસથી ગુમ હોવાથી તેમણે ચાર દિવસ પહેલાં જ આપઘાત કર્યો હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે