ભરૂચ : કુંવારીકાઓએ જયા પાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં વિશેષ પુજા અર્ચના કરી

જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત થકી ભગવાનને રીઝવવાના પ્રયાસો, શિવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી

New Update
ભરૂચ : કુંવારીકાઓએ જયા પાર્વતી વ્રત નિમિત્તે શિવાલયોમાં વિશેષ પુજા અર્ચના કરી

ભરૂચ જિલ્લામાં જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં કુવારીકાઓ ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત થકી ભગવાનને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા

ભરૂચમાં જયા પાર્વતી વ્રત કરતી કુંવારીકાઓના દેવપોઢી એકાદશી બાદ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. જેમાં જયાપાર્વતી વ્રતમાં ભગવાન શિવજી અને માતા પાર્વતીના આર્શીવાદ મેળવવા માટે તથા જયા પાર્વતી વ્રત કરતી યુવતી વહેલી સવારે ભગવાન શિવ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરી જયાપાર્વતી વ્રતમાં મોળો ખોરાક આરોગી વ્રતની ઉજવણી કરી રહી છે. જેના પગલે ભરૂચમાં વહેલી સવારથી જ શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા હતા તો સાથે જ નાની બાળકીઓ પણ ગૌરીવ્રત થકી વ્રતની ઉજવણી કરી રહી છે. 

Latest Stories