ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કચેરીના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનોએ તાલીમ મેળવી હતી.
આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભતા હોય છે.ત્યારે CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચાવી શકાય છે.ત્યારે હાલમાં જ કલેકટર કચેરી અને મામલતદાર કચેરીમાં કામ કરતા બે કર્મીઓને હાર્ટ એટેક આવતા જ મોત નીપજ્યું હતું.જેથી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈ પણ અરજદારને આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને સીપીઆર આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે તાલીમનું આયોજન કરાયું હતું.ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને તેમના સ્ટાફે હાજર રહીને તમામ કચેરીના સ્ટાફને સીપીઆર કઈ રીતે અપાય તેની ટ્રેનીગ આપવામાં આવી હતી.જેમાં અધિક કલેકટર એન.આર.ધાંધલ અને મોટી સંખ્યામાં કચેરીના ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.