ભરૂચ: હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે દાઝી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ

New Update
ભરૂચ: હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

ભરૂચના હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે દાઝી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ ભરૂચના હાંસોટની નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવારના 55 વર્ષીય ભૂરીબેન રાઠોડ માછીમારનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશરાઠોડ સાથે માછીમારી કરવા ચાલતાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંનેને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહનની મદદથી મૃતદેહને લાવતા મૃતકના પરિવારજનોમા શોકની લાગણી સાથે હૈયા ફાટરુદનનાં દ્રશ્યો સર્જાયા હતા.બનાવ અંગે હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી છે

Latest Stories